પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઈ પાઠકના અધ્યક્ષસ્થાને ઘોઘંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમારોહ યોજાયો

ગોધરા, યુનો ઘોષિત ૯મી ઓગષ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની પંચમહાલ જિલ્લામાં પણ મોરવા(હ) અને ઘોઘંબા ખાતે ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઘોઘંબા તાલુકાના કણબીપાલ્લી ખાતે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના ચેરમેન રાજેશભાઈ પાઠકના અધ્યક્ષસ્થાને ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે અંબાજીથી ઉમરગામ પૂર્વ પટ્ટી માં કુલ ૯૦ લાખ આદિજાતિ વસ્તીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે આદિવાસી સમાજનું સશક્તિકરણ કરી વિકાસનો માર્ગ કંડાર્યો છે. સંસ્કૃતિ અને પ્રકૃતિના રક્ષક તરીકેની આગવી ઓળખ ધરાવનાર આદિવાસી સમાજ અન્ય વિકસિત સમાજની હરોળમાં ઉભો રહી શકે તે માટે તેમના શિક્ષણ, … Continue reading પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઈ પાઠકના અધ્યક્ષસ્થાને ઘોઘંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમારોહ યોજાયો